મોરબી : માળીયાના નાના દહીસરા ગામે વધતા જતા રોગચાળાને નાથવા ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરપંચ કિરીટ ભટાસણાએ આરોગ્ય કર્મીઓની સાથે રહી ઘરો અને સાર્વજનિક જગ્યા પર ફોગીંગની કામગીરી કરાવી હતી. હાલ મિશ્ર ઋતુમાં શરદી ઉધરસ અને મચ્છરજન્ય રોગોનો ભારે ઉપદ્રવ હોય જેથી માળિયા-મિયાણાના નાના દહીસરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ મશીનથી ધરો અને સાર્વજનિક જગ્યાએ ધુમાડા થકી ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. ગામના સરપંચ કિરીટભાઈ ભટાસણા અને તેની ટીમે આરોગ્ય કર્મી સાથે રહી આરોગ્ય અંગે ગ્રામ્યજનોને જાગૃત કર્યા હતા.