મોરબી લીલાપર રોડ ઉપર ઈંડાની લારીએ બનેલો બનાવ મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી આવાસ યોજનાના ક્વાર્ટર નજીક ઈંડાની લારી પાસે ફટાકડા ફોડતા ત્રણ શખ્સોને ફટાકડા દૂર ફોડવાનું કહેતા ઉશ્કેરાયેલા આફતાબ, રમઝાન અને અકબરે દંપતીને ધોકાવી નાંખી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ લીલાપર રોડ ઉપર સરકારી આવાસ નજીક ઈંડાની લારી ધરાવતા રફીકશા હબીબશા શાહમદાર પોતાની રેકડીએ હતા ત્યારે સરકારી આવાસમાં જ રહેતા આરોપી (૧)આફતાબ હાજીભાઇ (૨) રમજાન (૩) અકબર નામના શખ્સો ઈંડાની લારી પાસે જ ફટાકડા ફોડતા હોય રફીકશાના પુત્ર સાજીદે દૂર જઈ ફટાકડા ફોડવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું. વધુમાં નજીવી બાબતે ઉશ્કેરાયેલા આફતાબ, રમઝાન અને અકબરે લોખંડના પાઇપ વડે હુમલો કરી રફીકશા અને તેમના પત્નીને માર મારી ગાળો આપી જાનથી પતાવી દેવા ધમકી આપતા આ મામલે પોલીસે ત્રણેય વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨).૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ત્રણેયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..