જાગૃત નાગરિકની રજુઆત બાદ પાણી પુરવઠાની સૂચનાને લઈને ગ્રામ પંચાયતે ટીડીઓ પાસે ટાંકો તોડી પાડવાની મંજુરી માંગી મોરબી : મોરબીના મોડપર ગામે હાલ બિન ઉપયોગી રહેલો પાણીનો ટાંકો જર્જરિત થઈ ગયો છે અને આ ટાંકો જોખમી બની ગયો હોવાથી ગામ લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે જાગૃત નાગરિકની રજુઆત બાદ પાણી પુરવઠાની સૂચનાને લઈને ગ્રામ પંચાયતે ટીડીઓ પાસે ટાંકો તોડી પાડવાની મંજુરી માંગી છે. મોડપર ગ્રામ પંચાયતે ટીડીઓને સમક્ષ કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે અગાઉ ગામના જાગૃત નાગરિક ભરતભાઈ રેવાભાઈ કગથરાએ લાગતા વળગતા તંત્રને રજુઆત કરી હતી કે, મોડપર ગામે રહેણાક વિસ્તારમાં જરૂરિયાતને ધ્યાને લઈને વર્ષ 1985માં પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. પણ આ ટાંકો હાલ બિન ઉપયોગી બની જતા હવે કાળક્રમે જર્જરીત થઈ ગયો છે ખાસ કરીને ભૂકંપમાં કારમી થપાટને લીધે આ પાણીના ટાંકાને ખુબ જ નુકસાન પહોંચ્યું છે. હાલ ગમે ત્યારે પડું-પડુંની હાલતમાં રહેલો આ ટાંકો કોઈને ભોગ લે તે પહેલા જ તોડી પાડવો જરૂરી છે. આ પાણીનો ટાંકો રહેણાક વિસ્તારમાં હોય અને લોકોનો વધુ અવરોજાવરો હોય કોઈ ગંભીર અકસ્માત થવાની દહેશત છે. આથી આ ટાંકો તોડી પાડવાની માંગ કરી હતી. તેથી આ રજુઆતને પગલે પાણી પુરવઠા બોર્ડ તંત્રએ મોડપર ગ્રામ પંચાયત હસ્તક આ ટાંકો હોય તેની યોગ્ય કાર્યવાહી કરવા માટે જરુરી નિષ્ણાતો અને તંત્રની સલાહ, મંજૂરી લેવાની તાકીદ કરી હતી.આથી ગ્રામ પંચાયતે આ પાણીનો ટાંકો તોડી પાંડવા માટે ઠરાવ કરી આ અંગેની ટોડીઓ સમક્ષ મંજૂરી માંગી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..