મોરબી : હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી નું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે આગામી દિવસમાં ખરીદી શરૂ થશે ત્યારે ટંકારા તાલુકામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટર ફાળવવા ભારતીય કિસાન સંઘેં કલેકટરને લેખિત રજૂઆત કરી છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ ૯૨૨૫ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે તેમાંથી ટંકારા તાલુકાનું 5360, માળીયા તાલુકાનું 250, મોરબી તાલુકાનું 1415, વાંકાનેર તાલુકાનું 251 અને હળવદ તાલુકા મા 1949 ખેડૂતોનું -રજિસ્ટ્રેશન થયું છે.જેમાં સૌથી વધુ ટંકારા તાલુકાનું રજીસ્ટ્રેશન થયું છે.અને ટંકારા તાલુકામાં એપીએમસીની વ્યવસ્થા ન હોય તેથી આ તાલુકાના ખેડૂતોને પોતાની મગફળી લઈ મોરબી સેન્ટર સુધી આવવું પડતું હોય તેથી સમય અને શક્તિનો ખૂબ જ વ્યય થાય છે. ઉપરાંત ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.ત્યારે આ પરિસ્થિતિમાં કિસાન સંઘે ટંકારા તાલુકા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ટંકારા તાલુકાની ખરીદી ટંકારા સેન્ટર પર જ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.