આગામી તા.30ના રોજ ઉચ્ચ અધિકારીઓ સહિતના મહાનુભાવો આપશે માર્ગદર્શન હળવદ : હળવદ બ્રેકીંગ અને મંતવ્ય ન્યુઝ દ્વારા હળવદમાં આગામી તારીખ 30ના રોજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ,તલાટી, ફોરેસ્ટ વિભાગમાં ભરતી પરીક્ષાને લઈ ફ્રી માર્ગદર્શન સેમિનારનું હળવદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 30/10 /2021ના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલ પોલીસ,તલાટી,ફોરેસ્ટ સહિતના વિભાગમાં ભરતીને લઇ હાલ વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવક-યુવતીઓ માટે તજજ્ઞોનું માર્ગદર્શન મળી રહે તે માટે વિનામૂલ્યે સેમિનારનું આયોજન હળવદના આંગણે કરવામાં આવ્યું છે.જેથી રાજ્ય સરકાર દ્વારા બહાર પાડેલી વિવિધ વિભાગની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહી હાજર રહેનાર તજજ્ઞો પાસેથી સચોટ માર્ગદર્શન મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. હળવદ શહેરના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી તારીખ 30/10 ના રોજ બપોરે 2:30 થી સાંજના 06:00 સુધી ચાલનારા આ સરકારી ભરતી પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમીનારમાં માર્ગદર્શક તરીકે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ,નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી આર.એસ આજરા, હળવદ તાલુકા વિકાસ અધિકારી જે.એન પારેખ, હળવદ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા, નિવૃત આર્મીમેન ડી.એચ લોખીલ સહિતનાઓ હાજર રહી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..