મોરબી : મોરબીમાં પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરમાં પુન: નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે. મોરબી સ્થિત 60 વર્ષ પૌરાણિક મંદિર 'રામનાથ મહાદેવ' રામઘાટ રામાનંદી સાધુ જ્ઞાતિની વાડી પાસે આવેલ છે. આ મંદિર જર્જરિત થઈ ગયેલ છે. તો આ મંદિરનું પુન: નિર્માણનું કાર્ય કરવામાં આવશે. આ મંદિરના નિર્માણ માટે શહેરીજનો સહભાગી બને તેવી વિનંતી કરવામાં આવી છે. દાતાઓએ ફાળો આપવા માટે ભરતભાઈ ડી. રામાવત (9825797455), અલ્પેશભાઈ ભીત (9879533656) અથવા ગોવિંદભાઇ ડાભી (9712731914)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..