મોરબીમાં ભૂઇમાએ ધુપીયું ઉપાડી સતના પારખા કર્યા : બેરોજગારીના કારણે શંકા, કુશંકા, વહેમે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કર્યું મોરબી : મોરબીમાં મચ્છુ બારી પાસે ખત્રીવાડ વિસ્તારમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી પારકો પલો આવે ત્યારે જોવાનું કામ કરતી ભુઈબા સવિતાબેન રામજી પરમારનો ભારત જન વિજ્ઞાન જાધાની ટીમે ૧૧૯૧ મો સફળ પર્દાફાશ કર્યો હતો, પારિવારીક કલેશ, વહેમ, અંધશ્રદ્ધાના કારણે ભૂઈમાએ માતાજી સમક્ષ ધુપીયું ઉપાડી સતના પારખા કરી મામલો થાળે પાડયો હતો. મોરબીના ખત્રીવાડ મેઈન રોડ, દેવીકૃપામાં રહેતા મનહરભાઈ પરમાર રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ ત્રણ વાર આવી પોતાની આપવીતીમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી ભૂઈમાં સવિતાબેનના કારણે હેરાન-પરેશાન છું. ઘરમાં બેરોજગારીના કારણે દરિદ્રતા, બિમારી, પરિવાર છિન્ન-ભિન્ન અવસ્થામાં, ઉતાર-મેલીવિદ્યાના કારણે પરેશાન છું. પારિવારિક નામો આપી, જીવવું બદતર બની જતા પોતે ઘર છોડીને જતા રહેતા નડિપાદ ભાળ મળતા પુત્ર વિશાલે ઘરે લાવવાની વ્યવસ્થા કરી હતી. ભૂઈમાનો પર્દાફાશ સંબંધી હકિકત મુકી હતી. વિજ્ઞાન જાથા મોડુ કરશે તો ઘરમાંથી એક સદસ્ય ઓછો થઈ જશે તેવી આશંકા દર્શાવી હતી. રૂબરૂ રજુઆત સંદર્ભ જાથાએ પારિવારિક મામલો હોય ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું. જાથાના ચેરમંત, એડવોકેટ જયંત પંડયાએ ખરાઈ કરવા બે સદસ્યોને મોકલતા આસપાસના રહીશોએ ભૂઈમાના ઘરમાં માતાજીનું સ્થાનક છે. પારકો પલો આવે ત્યારે જોવાનું કામ કરે છે. કોઈપણ પ્રકારના રૂપિયા લેતા નથી. ગમે તેનું નામ આપે ત્યારે પારિવારમાં ઝગડો ઉભો થાય છે તેવી વાત મુકી હતી. ઘણા વર્ષોથી રહે છે પરિવારમાં કુસંપ છે. અવારનવાર ઝગડાઓ નજરે જોયા છે. મનહરભાઈની નોકરી સ્થિર નથી. ઘરના લેખ બાબતમાં ઉલ્લેખ કર્યો હતો. ભૂઇમાના મેલડી સ્થાપનના પુરાવા એકત્ર થઈ જતા પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, ભરતભાઇ સાબલીવા, સ્થાનિક કાર્યકરો દેવીકૃપા મકાનમાં પહોંચ્યા, વહેમ, શંકા દૂર કરવાના પ્રયાસ અને ઝગડો વરવું સ્વરૂપ ધારણ ન કરે, તે માટે ભુઈમાની ડીડકલીલા બંધ કરાવવા પુછપરછ હાથમાં લીધી.જાથાના જયંત પંડવાએ સૌ પ્રથમ મનહરભાઈના પુત્ર વિશાલને પુછપરછ કરતાં આક્રોશ બતાવી ઘરની તમામ તકલીફની વાત કરી, મેલીવિદ્યા-ઉતારના કારણે પરિવાર હેરાન છે. તેવી આપવિતી જણાવી. અંધશ્રદ્ધામાંથી ઘરને મુક્ત કરવા સંબંધી વાત કરી. પિતા એકાએક ગુમાવાના કારણે નડીયાદ મળી આવ્યા હતા તેના પુરાવા રજુ કર્યા હતા. ભુઈમા સવિતાબેનની પુછપરછ કરતી વખતે જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, પુત્ર મહેશ અને જીતેન્દ્ર હાજર રહેલા સવિતાબેનને કહ્યું કે ૬૦ વર્ષથી મેલડીનું સ્થાનક ઘરમાં છે. લગ્ન પહેલા મને માતાજી પંડમાં આવતા હતા. પારકો પલો આવે છે. માતાજીને લગ્ન પછી લાવવા પડયા હતા. પિયરના માતાજી બીજાને સોંપવા છે પણ તેનો મેળ પડતો નથી. આસપાસના લોકો માતાજી આવે ત્યારે જોવડાવવા આવે છે. એક તબક્કે મનહરભાઈ ગુમ થવાના કારણે માતાજીએ દાણા જાવા તે સંપુર્ણ ખોટા પડયા હતા. માતાજીએ મોરબીમાં જ છે પરંતુ ગુમ થયેલા નડીયાદ નીકળ્યો હતો. મનહરભાઇના આક્ષેપ વખતે માતાજીની ભૂઈમા સવિતાબેન સતના પારખા માટે ધુપીયું ઉપાડી લીધું હતું. એકાએક વાતાવરણમાં સોંપો પડી ગયો હતો. શંકા-જેમ દૂર થાય તે માટે જાથાએ પ્રયાસ કર્યા હતા. મનહરભાઈને સમજાવવામાં પુત્ર વિશાલ સફળ થયો હતો. ભૂઇમા ફરીને હેરાન-પરેશાન નહિ કરે તે સંબંધી જાપાએ ખાત્રી આપી હતી, જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ રાઠોડે પારિવારીક સમસ્યા છે. સમાધાન માટેનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. ભૂઈમા વારંવાર માફી માગતા હતા. આ પ્રકરણમાં હું કાંઈ જાણતી નથી. મેલીવસ્તુ, ઉતાર મુકતી નથી, ઘરનાનું ખરાબ કરું તેવું વિચારી શકતી નથી. વહેમનું ઓસડ નહોય તેથી પ્રશ્ન ઉંચક રહ્યો હતો. ભૂઈમા સવિતાબેને કાયમી પલો આવે ત્યારે ધુણવાનું બંધની જાહેરાત કરી દીધી હતી. મીનાબેન, જોતિબેન હાજર હોય નહિ પુછપરછ થઈ શકી ન હતી. ભૂઈમાને પાંચ દિકરી અને ત્રણ દિકરાનો વિશાળનો પરિવારના પ્રશ્નો અનેક હતા. ભુઈમા સવિતાબેન રામજીભાઈ પરમારે કબુલાતનામામાં જાહેર કર્યું કે માતાજીનો પારકો પલો આવે ત્યારે જોવાનું બંધની જાહેરાત કરી દીધી હતી. ખોટું કરશે તેને માતા દંડ આપશે. પારિવારિક મામલામાં માફી માંગી પ્રકરણ ઉપર પડદો પાડયો હતો. જાથાના પંડયાએ જણાવ્યું કે પારિવારિક કલેશ, શંકા-કુશંકામાં અસમંજસ ઉભી થઈ હતી. વૃદ્ધા ભુઈમા સાથે વિવેકથી વર્તી આદર કર્યો હતો. પારિવારીક સમસ્યા વધે નહિ તે માટે જાથાએ વાત ઉચ્ચારી હતી. બંને પક્ષો પાસે ઝગડો વધે નહિ તે સંબંધી ખાત્રી લીધી હતી. વિશાલે પોતાના પરિવારની જવાબદારી લીધી હતી અને મહેશભાઈએ સાક્ષીની ભૂમિકામાં જાથાને સહકાર આપ્યો હતો. ભૂઈમા સવિતાબેન પરમારની માતાજીનો પારકો પલો બોગસ સાબિત થયો હતો. જોવાનું ઢોંગ-ધતિંગ, ગેરમાર્ગે દોરનાર નીકળ્યા હતા. ભુઈમાં ઉંમરને કારણે જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈએ કુનેહથી કામ કર્યું હતું, ભૂઈમાની જોવાની પ્રવૃત્તિ જાથાએ કાયમી બંધ કરાવી હતી.