વાંકાનેરમાં પતિએ દુકાનનો દસ્તાવેજ માંગતા પુત્રએ માથામાં પકડ ફટકાર્યું : પત્નીએ સાવરણા મારી પતાવી દેવાની ધમકી આપી વાંકાનેર : વાંકાનેરમાં હળાહળ કળિયુગના દર્શન આપતા કિસ્સામાં દુકાનનો દસ્તાવેજ માંગનાર પતિને પત્ની તથા પુત્રએ એકસંપ કરી માથામાં પક્કડ મારી પત્નીએ સવારણાથી ઝૂડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મહમદ ઈકબાલ હુસેનભાઈ કાઝી નામના આધેડ ગઈકાલે ઘરે હતા ત્યારે તેમના ઘરની સામે જ અલગ રહેતી પત્ની અને પુત્ર પાસે પોતાની દુકાનના દસ્તાવેજના કાગળો માંગતા પુત્ર અને પત્ની ઉશ્કેરાઈ ગયા હતા. વધુમાં મહમદ ઈકબાલભાઈને તેમના પુત્ર શાહરૂખ મહમદઈકબાલ કાઝી તથા પત્ની ફેમીદાબેન મહમદઈકબાલ હુસેનભાઈ કાઝીએ ઉશ્કેરાઈ જઇ હુમલો કર્યો હતો જેમાં પુત્રે માથામાં પક્કડ ફટકારી દીધું હતું જ્યારે પત્નીએ ઘરમાં ઘુસી સાવરણા વડે માર મારી જાનથી પતાવી દેવા ધમકી આપતા તેઓ માંડ જીવ બચાવી હોસ્પિટલે પહોંચ્યા હતા. બનાવ અંગે મહમદ ઇકબાલભાઈની ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર તેમના પત્ની અને પુત્ર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી નાસી છૂટેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યાવહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..