મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર અમરનગર નજીક રોડ ઉપર કોઈપણ જાતની પાર્કિંગ લાઈટ કે અન્ય સાવચેતી રાખ્યા વગર રોડની વચ્ચે ટ્રક ઉભો રાખી દેતા મોરબીના વકીલનું વાહન ઘુસી જતા વકીલને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર અમરનગર નજીક ટ્રક નંબર GJ-05-BX-6500ના ચાલકે રોડની વચ્ચે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે રાખી ટ્રક ઉભો રાખી કોઇપણ જાતના સીગ્નલ કે લાઇટ ચાલુ ન રાખતા મોરબીના શનાળા રોડ ઉપર નવકાર હાઇટ્સમાં રહેતા ફરિયાદી દિપક પ્રવિણચંદ્ર ઓઝાનું વાહન ભટકાતા તેમને માથામાં મુંઢ ઇજા થયેલ તેમજ સ્ટીયરીંગ છાતીના ભાગે ભટકાતા છાતીમા મુંઢ ઇજા પહોચી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે દીપકભાઈની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૨૮૩, ૩૩૬, ૩૩૭ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..