નકલંક મંદીર-બગથળાના મહંત દામજી ભગતના હસ્તે વિમોચન કરાશે : રાત્રે લોકનાટ્ય ભવાઈ ભજવાશે મોરબી : મોરબી તાલુકાના વિરપરડા ગામમાં કવિ સ્વ. જુગતરામ મણીશંકર વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી' પુસ્તકના વિમોચનના કાર્યક્રમનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકલંક મંદીર-બગથળાના મહંત દામજી ભગતના હસ્તે વિમોચન કરાશે. તેમજ રાત્રે લોકનાટ્ય ભવાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિરપરડા ગામના કવિ સ્વ. જુગતરામ મણીશંકર વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી' પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ હંસરાજભાઈ છગનભાઈ ગામી (બિલ્ડર્સ, ‘સ્વરાંગન’ સંગીત અને સાહિત્ય પ્રોત્સાહક) અને ડૉ. શિવધનભાઈ જુ. વ્યાસ (લેખક-કવિ) દ્વારા યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહંત દામજી ભગત (નકલંક મંદીર-બગથળા)ના હસ્તે વિમોચન કરશે. કાર્યક્રમ આગામી તા. 1ને સોમવારે રામધન આશ્રમ, મોરબી-જેતપર રોડ, મહેન્દ્રનગર પાસે બપોરે 3 વાગ્યે યોજાશે. જેમાં માનવંતા મહેમાનો પધારશે તેમજ આમંત્રિત કવિઓ તેમજ વિદ્વાન વકતાઓ તેમની પવિત્ર વાણીનો લાભ આપશે. આ કાર્યક્રમનું સંચાલન પુનિતભાઈ જુગતરામ વ્યાસ (વીરપરડા) કરશે. તેમજ આર્શિવચન દામજી ભગત (નકલંક મંદીર-બગથળા), મહંત ભાવેશ્વરીબહેન (રામધન આશ્રમ-મોરબી) અને જગદીશબાપુ (કથાકાર-શિવપુર) આપશે. સ્વાગત પ્રવચન ડો. શિવધન જુગતરામ વ્યાસ (વીરપરડા, લેખક કવિ) કરશે. આ કાર્યક્રમ અંતર્ગત રાત્રે 8 કલાકે રામધન આશ્રમ, સામાકાંઠે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ દ્વારા ભવાઈ ભજવાશે. જેમાં કવિ જુગતરામભાઈ વ્યાસની કલમે લખાયેલ નાટક 'રાંકનું રતન યાને વીર પિરહાવાળા ભજવાશે. જેમાં નાયક તરીકે બાબુલાલ કાનજીભાઈ વ્યાસ અને ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ. શિવધનભાઈ જુ. વ્યાસ ભજવશે. તો લોકનાટચ પ્રેમીને પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..