મોરબીના રહેવાસી દ્વારા કેદારીયા ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવાઈ મોરબી : મોરબીના વૃદ્ધની હળવદ તાલુકાના કેદારીયા ગામે આવેલી સંયુક્ત માલિકીની ખેતીની જમીન આજ ગામના શખ્સે પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સેવાપૂજા કરતા હિમંતગીરી હરદેવગીરી ગોસાઇની હળવદ તાલુકાના કેદારિયા ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર નં.૪૦૦/૧/૩ વાળી જમીન કેદારીયા ગામે રહેતા ધીરજભાઈ દેવશીભાઈ ઠાકોર નામના શખ્સે પચાવી પાડતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે ડીવાયએસપી ઉપાધ્યાય તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..