મોરબી પીજીવીસીએલ કચેરી ખાતે ભારતીય કિશાન સંઘના આગેવાનોએ અધિકારીઓ સાથે બેઠક કરી ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની માંગ કરી મોરબી : મોરબી જિલ્લામાં હાલ ખેતીવાડીમાં પાકમાં પિયત સમયે જ વીજ ધાંધીયા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ભારે નુકશાન થઈ રહ્યું છે. સરકારે પૂરતી વીજળી આપવાનો વાયદો કર્યો હોવા છતાં ખેડૂતોને ત્રુટક-ત્રુટક વીજળી મળતી હોય પાકનું જતન યોગ્ય રીતે ન થઈ શકતા ખેડૂતો હેરાન પરેશન થઈ ગયા છે. ત્યારે ખેતીવાડીમાં વીજ ધાંધીયા મામલે પીજીવીસીએલ કચેરીમાં ઘસી જઈ ભારતીય કિશાન સંઘના આગેવાનોએ અધિકારીઓ સાથે બેઠક કરી ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની માંગ કરી હતી. મોરબી પીજીવીસીએલ કચેરી ગઈકાલે ખાતે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ વીજ અધિકારીઓ વી.એલ. ડોબરીયા, હુંબલ અને સ્ટાફે સાથે મીટીંગ યોજી હતી.જેમાં કિશાન સંઘમાંથી જિલ્લા પ્રમુખ જિલેશકુમાર બી. કાલરીયા, ટંકારાથી બ્રિજેશ સિણોજીયા, પંકજ ગજેરા, વેલજીભાઇ કામારીયાં, વાંકાનેરથી હુસેનભાઇ શેરસિયા, હળવદથી યોગેશભાઈ પટેલ તથા માળીયાથી ગુણવંતભાઈ સંતોક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં હાલમા ખેડૂતોને ખેતીવાડીમા વિજળી ત્રુટક-ત્રુટક અનિયમિત મળે છે, તે અંગે રજુઆત કરાઈ હતી. પૂરતી વિજળી ન મળવાથી ખેડૂતોને રવી સીઝનના વાવેતર કરવામાં મુશ્કેલી પડે છે. તેમજ અણીના સમયે વિજળીના ધાંધિયા થાય તો ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે. આથી આ સ્થિતી તાત્કાલિક સુધારી ખેડૂતો નિયમ મુજબ વીજળી આપવાની રજુઆત કરાઈ હતી. જો કે ખેડૂતો વિજ બીલ પૂરતા ભરે છે. ત્યારે વિજકાપ વ્યાજબી નથી. વિજ બીલના પૈસા ભરવામાં જો મોડું થાય તો દંડનીય કાર્યવાહી કરાઈ છે અને પેલેન્ટી વસુલવામા આવે છે. તેથી જ વિજળી પુરી 8 કલાક આપવાની માંગ કરાઈ હતી. તેમજ નવા સ્બટેશનો તાત્કાલિક ઉભા કરવા જેથી ખેડૂતોને લો વોલ્ટેજ પ્રશ્ન ન સતાવે. તથા ખેડૂતોના ખરાબ ટીસી તાત્કાલિક બદલવા સાથે બાગાયત માટે સરકાર દ્વારા ફાળવેલી જમીનમાં લાઈટ કનેકશન માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નનું નિરાકરણ લાવવા વીજ અધિકારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનું ભારતીય કિશાન સંઘની યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..