મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા જાહેરહિતમાં 42 કર્મચારીઓની બદલી કરી મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ દિવાળી પૂર્વે 42 પોલીસ કર્મચારીઓની બદલી કરવા હુકમ કર્યો છે. જે અન્વયે હેડ ક્વાર્ટરમાં ફરજ ઉપર રહેલા 20 પોલીસ કર્મીઓને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પોસ્ટિંગ આપી મોરબી સિટી એ, બી, તાલુકા, તેમજ ટંકારા, હળવદ, માળીયા અને વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની પણ આંતરિક ફેરબદલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..