મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે. પી. જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા તેમજ તાલુકામાં ઉચ્ચકક્ષાએ પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અન્ય રાજ્યના પોલીસના ગ્રેડ પેની સરખામણીએ ગુજરાતમાં ગ્રેડ પે ઓછો હોય તો એમાં સુધારો કરવામાં આવે અને પોલીસની નોકરી દરમ્યાન ટાઈમ શેડ્યુલ બનાવામાં આવે, આવા વિવિધ નિયમોની રજુઆત કરી સરકાર દ્વારા નિયમોમાં સુધારા કરવામાં આવે તે માટે રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર જે. બી. પટેલને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા મોરબી કરણી સેના ટીમ એ હાજરી આપેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..