મોરબી : 1962 એનિમલ હેલ્પલાઇનની ટીમ દ્વારા ગુગણ ગામે એક બળદના શીંગડાનું સફળ ઓપેરશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના ગુગણ ગામે એક બળદને શીંગડાના ભાગમાં કેન્સર હતું અને શિંગડું કાઢી નાખવું ખુબ જ જરૂરી હતું. તે માટે બળદના માલિક મહેશભાઈ દ્વારા 1962 એનિમલ હેલ્પલાઇનની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે ગામમાં કાર્યરત 10 ગ્રામ દીઠ એક પશુ દવાખાનની ટીમમાં કામ કરતા ડો. તાલિબ હુસેન, ડો. રિંકલ ઠાકોર અને પાયલોટ જયદીપ જલુ તેમજ પાયલોટ ધર્મેન્દ્ર ગોસાઈ દ્વારા બળદના શીંગડાનું સફળ ઓપેરશન કરવામાં આવ્યું હતું. આ યોજના દ્વારા મળતા લાભ માટે બળદના માલિક મહેશભાઈએ 1962 એનિમલ હેલ્પલાઇનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..