હળવદ તાલુકાના બુટવડા ગામના સરપંચ મોરબી હોસ્પિટલના કામે આવતા હતા અને હોસ્પિટલ લઈ જવા પડ્યા હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામના સરપંચના સાળાનો દીકરો ભરત પ્રેમ સંબંધમાં કોઈ યુવતી સાથે જતો રહ્યો હોય મોરબીના ત્રણ શખ્સોએ હોસ્પિટલના કામે જઈ રહેલા સરપંચને વિનાકારણે ઉઠાવી લઈ બેફામ માર મારતા સરપંચને હોસ્પિટલે લઈ જવા પડ્યા છે અને બે દિવસ પૂર્વેના આ બનાવમાં ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામના સરપંચ મુળજીભાઇ ગંગારામભાઇ દેગામા તા.24ના રોજ મોરબી હોસ્પિટલના કામે જઈ રહ્યા હતા ત્યારે કઈ સમજે વિચારે તે પૂર્વે જ બાબભા ગઢવી, રાજભા ગઢવી અને જયદીપ ગઢવી તમામ રહે. મોરબી વાળાએ ઉપાડી લીધા હતા અને મોરબી તાલુકાના રફાળીયા ગામની વીડીમાં લઈ જઈ ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. વધુમાં આરોપીઓએ સરપંચને સતત એક જ વાત કહી હતી કે તારા સાળાનો દીકરો ભરત અમારા સંબંધીની દીકરીને પ્રેમ સંબંધમાં ઉઠાવી ગયો છે તે ભરતને અમને સોંપી દે, તેવું કહી ધોકા વડે આડેધડ માર મારતા સરપંચ મુળજીભાઇને હાથમાં ફ્રેક્ચર કરવા ઉપરાંત પીઠ, બરડાના ભાગે પ્લાસ્ટિકની લાકડીથી માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ આરોપીઓની ચુંગાલમાંથી માંડ બચેલા સરપંચે આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..