વારંવાર સોફ્ટવેર બંધ થઈ જતા ઈ-ઘરા અને પુરવઠાની કામગીરી ઠપ્પ મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી સોફ્ટવેરના ધાંધિયા થઈ રહ્યાની બુમરાણ ઉઠી છે. જેમાં વારંવાર સોફ્ટવેર બંધ થઈ જતા ઈ-ઘરા અને પુરવઠાની કામગીરી ઠપ્પ થઈ જાય છે. આથી લોકોને ધરમના ધક્કા થાય છે અને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. મોરબીની મામલતદાર કચેરીઓમાં આજે પુરવઠા વિભાગનો સોફ્ટવેર બંધ પડી ગયો હતો. તેમજ ઈ-ઘરાનો પણ સોફ્ટવેર બંધ થઈ જતા કામગીરી ખોરંભે ચડતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે મોરબીમાં પુરવઠા વિભાગમાં દરરોજ સરેરાશ નામ કમી કરવા,નામ ઉમેરવા તેમજ રેશનકાર્ડને લગતી 200 જેટલી અરજીઓ આવે છે. પરંતુ સોફ્ટવેર બંધ થઈ જતા ઈ-ઘરા અને પુરવઠાની કામગીરી ખોરવાઈ જાય છે. જેમાં વારંવાર સોફ્ટવેર બંધ થઈ જતા હોવાથી લોકોને ખોટા ધક્કા થતા ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. તેમાંય ગામડેથી આવતા લોકોને વધુ મુશ્કેલી પડે છે. ઈ-ઘરા અને પુરવઠામાં સોફ્ટવેર બંધ થવાથી લોકોની સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..