અસાધારણ ઊંચાઇ ધરાવતા યુવક-યુવતીઓ માટે હાઇટ હન્ટનું આયોજન મોરબી : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા લીંબડી અને હિંમતનગર ખાતે વોલીબોલ રમતની ભાઈઓ/બહેનો માટે સ્વામી વિવેકાનંદ સી.ઓ.આઇ. નિવાસી એકેડમી શરૂ કરવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં અસાધારણ ઊંચાઇ ધરાવતા ભાઈઓ/બહેનોને વોલીબોલ રમતની એકેડમીમાં સમાવવા માટે હાઇટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમીમાં અંડર-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં (૧) ૧૩ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm અને બહેનોની ૧૬૬+cm (૨) ૧૪ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૭૯+cm અને બહેનોની ૧૭૧+cm (૩) ૧૫વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૪+cm અને બહેનોની ૧૭૩+cm (૪) ૧૬ વર્ષ ના ભાઈઓની ઊંચાઇ ૧૮૭+cm અને બહેનો ૧૭૫+cm નિર્ધારીત કરવામાં આવેલ છે. આ ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ ૩૦-૧૦-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે હાજર રહેવા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનીયર કોચની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે 8780797779 તેમજ 9978570001 સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..