મોરબી : મોરબીમાં વૈધસભા દ્વારા ધનતેરસ નિમિત્તે સાંજે ધન્વંતરિ પૂજન કરવામાં આવશે. મોરબીમાં વૈધસભા દ્વારા આગામી તા. 2 નવેમ્બરના રોજ ધનતેરસ નિમિત્તે સાંજે 7થી 10 વાગ્યા સુધી ધન્વંતરિ પૂજન કાયાજી પ્લોટ ખાતે રાખેલ છે. ધન્વંતરિ પૂજન શાસ્ત્રી નીખિલભાઈ દ્વારા કરવામાં આવશે. ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ વૈધસભાના પ્રમુખ ડો. બી. કે. લહેરું, મંત્રી ડો. ચેતન અઘારા, BAMSના પ્રમુખ ડો. જીતેશભાઇ અને મંત્રી ડો. મિલન જેતપરીયાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..