રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની આગેવાનીમાં સિરામીક ઉદ્યોગના મહત્વના પ્રશ્નો અંગે રજુઆત મોરબી : આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ફટકો સહન કરનાર મોરબીના સિરામીક ઉદ્યોગની માઠી દશા વચ્ચે નેચરલ ગેસમાં ઉપરાછાપરી ભાવ વધારા અને કોલસાની અછતથી સિરામીક ઉદ્યોગકારોની હાલત દયનિય બનતા આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની આગેવાની હેઠળ સિરામીક એસોસિએશનના હોદેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઉદ્યોગને બચાવવા માટે અસરકારક રજુઆત કરી હતી. કોરોનાકાળ બાદ કન્ટેનરની અછત અને શિપિંગના ભાડા વધવાથી મોરબીના સિરામીક ઉદ્યોગના એક્સપોર્ટમાં ઓટ આવી છે તો બીજી તરફ કોરોના લોકડાઉનને પગલે દેશના વિવિધ રાજ્યોમાં સિરામીક ઉત્પાદનોની માંગ ઘટવાની સાથે સાથે ડીઝલના ભાવમાં વધારો, કોલસાની કિંમતમાં વધારો અને રો મટોરિયલના ભાવ વધવાથી અનેક સિરામીક એકમોને સ્વૈચ્છિક શટડાઉન કરવું પડ્યું છે. જેમાં સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ઉપરાછાપરી વધારાથી ઉદ્યોગની કમર તૂટી જવા પામી છે. દરમિયાન આજે મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા , કીરીટભાઇ પટેલ , વિનોદભાઇ ભાડજા તેમજ ઉપપ્રમુખ હરેશભાઇ બોપલીયા સહિતના અગ્રણીઓ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળી સીરામીક ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ ઓછી થાય અને ખાસ કરીને ગેસમાં વધુ ભાવ વધારો ન થોપી બેસાડવામાં આવે તેમજ કોલસાનો ક્વોટા વધારી સરકારને સહયોગ આપવા રજુઆત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..