મોરબી : મોરબી અમરેલી ઠાકોર સેનાની ગ્રામ સમિતિ અને અમરેલી ગામ સમસ્ત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત તારીખ 26 ના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબીના માર્ગદર્શન હેઠળ અમરેલી ઠાકોર સેનાની ગ્રામ સમિતિ અને અમરેલી ગામ સમસ્ત દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની રાષ્ટ્રપ્રેમની વિચારધારા મુજબ આ કાર્યક્રમનું આયોજન સમસ્ત અમરેલી ગામને સાથે રાખી કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ ચતુરભાઈ પાટડીયા, મોરબી ચુવાળિયા ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય અને સમાજ અગ્રણી અશ્વિન (તુલશી) પાટડીયા, સમાજ અગ્રણી મહાદેવ ઠાકોર (રાધનપુર), મનુભાઈ ઠાકોર અને પાટીદાર અગ્રણી વિજયભાઈ, મોરબી શહેર મીડિયા સેલ યોગેશભાઈ, મયુરભાઈ બાબરીયા વાંકાનેર એ હાજરી આપી હતી. તેમાં મહેમાનો દ્વારા દેશભક્તિ અને સમાજ, સંગઠન, શિક્ષણ અને સેવાકીય કાર્યક્રમો બાબત તમામ સમાજ સાથે મળી સમાજના ઉત્થાન માટેના કામ કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અમરેલી ઠાકોર સેનાના કાર્યકરો જયદીપભાઈ ઠાકોર અમરેલી ઠાકોર સેના પ્રમુખ, વિપુલભાઈ ઉપપ્રમુખ તેમજ અમરેલી ઠાકોર સેના સમિતિ તમામ યુવાન મિત્રો અને પાટીદાર સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..