મોરબી : મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન મુજબ અત્રેના સરકારી આયુર્વેદ હોસ્પિટલ, મોરબીના ઇન્ચાર્જ પંચકર્મ વૈદ્ય અરૂણાબેન નિમાવત દ્વારા ગત તા. 26/10/2021 ના સરકારી આયુર્વેદ હોસ્પિટલ મુકામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પોષણ થીમ અંતર્ગત વાનગીઓ બનાવવા તેમજ જાણવા માટે જનતાએ ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના તેમજ દવાખાનાના સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. જનતાએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાદ્ય મહોત્સવને સફળ બનાવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..