'એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત' અને 'વિશ્વ હિન્દુ પરિષદ' દ્વારા ઉચ્ચ કક્ષાએ આવેદન મોરબી : દિવાળીનો તહેવાર નજીકના દિવસોમાં છે. આથી, ફટાકડાઓનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે મોરબીમાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણ અટકાવવા 'એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત' અને 'વિશ્વ હિન્દુ પરિષદ' દ્વારા કલેક્ટર, એ ડિવિઝન, બી ડિવીઝન અને તાલુકા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવનારો તહેવાર એટલે દિવાળી અને બેસતું વર્ષ. જેની લોકો દ્વારા આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. લોકો દ્વારા તહેવાર આધ્યાત્મીકતાથી પણ ઉજવવામાં આવે છે. ઘરની બહાર દિવા પ્રગટાવામાં આવે છે અને નવા વર્ષનું સ્વાગત ધામધૂમપૂર્વક ફટાકડા ફોડીને કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી હિન્દુ દેવી-દેવતાવાળા ફોટાવાળા ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે હિન્દુની લાગણી દુભાઈ રહી છે. ઘણીવાર આ પ્રવૃત્તિઓ રોકવા માટે નિયમ પણ બનાવવામાં આવેલા પરંતુ તેની પૂર્ણ રૂપે અમલવારી વેપારીઓ પાસે કરવામાં આવેલ નથી અને હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા વેચવામાં આવી રહ્યા છે. તો આવા ફટાકડાઓનું વેચાણ બંધ થાય અને હિન્દુ દેવી-દેવતાઓના પોસ્ટર જે ફટાકડા પર લગાડવામાં આવી રહ્યા છે. તેવા ફટાકડાઓનુ વેચાણ ઝડપથી બંધ કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. તેમજ જણાવાયું છે કે વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગદળ દ્વારા સરકારના નિયમોને આધીન આવી પ્રવૃતિઓ કરનારા વેપારીઓ અને લોકો પર નિયમોનુ ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. આ તકે એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ તથા એકતા એ જ લક્ષ્ય સંગઠન મોરબીના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કમલભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ બોટ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર ઉપપ્રમુખ વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, મોરબી શહેર બજરંગ દળ ઉપપ્રમુખ વિજયભાઈ કુંભારવાડીયા,વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..