રવાપર ખાતે જાહેર સભાને સંબોધશે : મોરબી કોંગ્રેસ દ્વારા જોરશોરથી તૈયારી મોરબી : આઠ મહિનાના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આગામી તા.31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતિ પ્રસંગે મોરબી આવી રહ્યા છે. મોરબીની મુલાકાત દરમિયાન રવાપર ગામે જન ચેતના સંમેલન અંતર્ગત જંગી જાહેરસભામાંને સંબોધન કરશે.હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું છે કે, આગામી તા.31 ઓક્ટોબરના રોજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ મોરબી આવી રહ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્ભભાઇ પટેલની જન્મજ્યંતિના અવસરે તેઓ મોરબીના રવાપર ખાતે જન ચેતના સંમેલનને સંબોધવાની સાથો - સાથ જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરશે. નોંધનીય છે કે ગત ફેબ્રુઆરી માસ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં હાર્દિક પટેલ મોરબીની મુલાકાતે આવ્યા હતા ત્યાર બાદ લાંબા સમયે ફરી મોરબી આવી રહ્યા હોય હાલ મોરબી કોંગ્રેસ દ્વારા જનચેતના સંમેલનની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..