મોરબી : મોરબી ખાતે નવરંગ નેચર ક્લબ દ્વારા કદમના રોપા (રૂ. 30), બિજોરાના રોપા (રૂ. 30) અને ઘણા ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. નવરંગ નેચર ક્લબ – રાજકોટ દ્વારા શક્તિ મેળાની બાજુમાં, એલ. ઇ. કોલેજ રોડ, કેસરબાગ પાસે, સામો કાંઠો, મોરબી ખાતે આગામી તારીખ 27ને સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા 10), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટીનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું રાહત દરે વિતરણ કરાશે. બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપાના 30 રૂ. લેખે રાહત દરે વિતરણ કરાશે. ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપાનું રાહત દરે વિતરણ કરાશે. એલોવેરા જેલ, અલોવેરા જ્યુસ, બોડી લોસન, ગ્લિસરીન સાબુ, દાબેલા મગ અને ચણા, હળદર દાડીયા, આંબડા રસ, રાજસ્થાની મેંદી, છાસ મસાલા, વિવિધ જાતની આગરબત્તીઓ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે. વિવિધ જાતના કઠોળ અને દાળ વગેરે રાહત દરે મળશે. ફીંડલા સરબતનું રાહત દરે વિતરણ કરાશે. માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, કોડિયા, ચકલીઘર, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, કાશ્મીરી લસણ, વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર, વિવિધ સરબતના પાવડર, વિવિધ શાકભાજીના બિયરણો વગેરેનું રાહત દરે વિતરણ કરાશે. ગૌ ઉત્પાદન જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજનું રાહત દરે વિતરણ કરાશે. અળસીયા એ બનાવેલ ખાતર (1 કિલોના 20 રૂ.) નું વેચાણ થાય છે. ઉલ્લેખનીય છે કે આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે, તેને સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ – મોરબી (મો. ૯૯૨૫૩૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ મો. ૯૪૨૭૫૬૩૮૯૮)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..