મોરબી - માળીયામાં અત્યાર સુધીમાં 1000 ઘડિયા લગ્ન યોજાયા : અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરાશે મોરબી : મોરબીમાં લગ્નના ખોટા ખર્ચા બચાવવા માટે પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 1000 ઘડિયા લગ્ન લેવાય ચુક્યા છે. ત્યારે દિવાળી પછી લગ્નના મુહર્ત હોય દિવાળી પછી ઘડિયા લગ્ન કરવા માંગતા પટીદાર સમાજના પરિવારો માટે મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માળીયા –મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહ - સર્મિતિ દ્વારા ધડીય લગ્ન ખુબ જ વધુ સંખ્યામાં થાય તે માટે આયોજન કરવા માગે છે. ત્યારે ઘડીયા લગ્ન કરવા માગતા પાટીદાર પરિવારોએ દિવાળી પછી તા.૧૫/૧૧/૨૦૧૧ તુલશી વિવાહ હોય છે. તા.૧૫/૧૧/૨૦૧૧ પછી આવતા લગ્ન મુહૂર્તમાં ઘડીયા લગ્ન કરવા માગતા પરિવારોએ લામપાંચમ અને તા.૧૭/૧૧/૨૦૧ થી સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ સમિતિ દ્વારા સમૂહ લગ્ન અને ઘડીયા લગ્ન સમાજ જીવનમાંથી ખૂબ પ્રતિસાદ મળેલ છે. આવનારા દિવાસોમાં આ ઘડિયા લગ્ન રીવાજ તરીકે પ્રાપિત થશે. જ્યારે અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ ઘડીયા થઈ ચુક્યા છે. આ ઉપરાંત કોરોના કાળના ઇશ્વરીય કાર્યમાં સર્વજ્ઞાતિ માટે 5000 થી વધુ ખાધ્ય સામગ્રીની કીટ, રૂ.૧૦૦માં ૭૦૦૦ (સાત હજાર) નાશ લેવાના મશીન તથા રૂ.૧૦/-માં ચાલીસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે.સમિતિ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું પણ વાવેતર થયું છે. તેમજ પ્રમુખ ડો.મનુભાઈ કૈલાની યાદીમાં જણાવાયું છે. ઘડિયા લગ્નની નોંધણી માટેનું સ્થળ : શ્રીજી હોલની નીચે માર્કેટયાર્ડની બાજુમાં- શનાળા રોડ, મોરબી મોબાઈલ નંબર :- ૯૪૨૭૨ ૨૨૫૧૦ – ઈશ્વરભાઈ સબાપરા ૯૯૭૮૯ ૨૧૩૧૮ – જયંતિમાઈ વિડજા ૯૮૨૫૦ ૯૮૦૭૯ - મગનભાઈ અઘારા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..