મોરબી : વડોદરા ખાતે આયોજિત GBPSના પ્રમોશનલ પ્રોગ્રામમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન હાજર રહ્યા હતા. આગામી તા. 26, 27 તથા 28ના રોજ મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GBPS-2022)નો પ્રમોશનલ પ્રોગ્રામ ગત તા. 25ના રોજ સરદારધામ, વડોદરા ખાતે યોજાયો હતો. જેમાં સરદારધામના સ્થાપક ટ્રસ્ટી અને મોરબીના સન હાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે સમાજના કામમાં મારો જીવ જોડાયેલો છે ત્યારે આજે GBPS પ્રમોશનલ પ્રોગ્રામ નિમિત્તે મારી વાત કરીશ કે સરદારધામની રચના માટેની પહેલી મિટિંગના મેમ્બર તરીકે મને સાક્ષી બનવાનો લ્હાવો મળ્યો હતો. ત્યારે સરદારધામનું વિચારબીજ રોપાયું ત્યારની સ્થિતિથી લઇને આજે આપણે ઘણા આગળ પહોંચ્યા છીએ. સમાજમાં ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે પણ સરદારધામે આજે રેપ્યુટેશન ઉભી કરી છે, જેનું મને ગૌરવ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..