પૈસાની લેતીદેતી મામલે સુરેન્દ્રનગરના 'આપ' ના જિલ્લા પ્રમુખે હુમલો કર્યાની ફરિયાદ મોરબી : મોરબીના ઉધોગપતિ અને તેમના પુત્ર ઉપર સુરેન્દ્રનગરમાં હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં પૈસાની લેતીદેતી મામલે સુરેન્દ્રનગરના 'આપ' ના જિલ્લા પ્રમુખે હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ નવરંગ સોસાયટીમાં રહેતા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ઉર્ફે બજરંગ નાયકપરાએ 11 માસ પહેલા કન્ટ્રકશન ધંધા માટે મોરબીના રવાપર ગામ પાસે રહેતા અને રો મટીરીયલ્સના ઉધોગપતિ મગનભાઈ પટેલ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા. બાદમાં મગનભાઈએ આ રૂપિયાની ઉઘરાણી કરવા છતાં હિતેશભાઈ પૈસા આપતા ન હોવાથી પૈસાની ઉઘરાણી માટે ગઈકાલે સોમવારે મગનભાઈ અને તેના પુત્ર કેતનભાઈ સુરેન્દ્રનગર ગયા હતા અને હિતેશભાઈને સુરેન્દ્રનગરમાં આઈટીઆઈ પાસે કોમલેક્સ નજીક બોલાવ્યા હતા. જ્યાં કેંતનભાઈએ બાકી પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા હિતેશભાઈએ ગાળો આપી તેમના ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો.બાદમાં આ બનાવ અંગે કેતનભાઈએ હિતેશભાઈ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સામાપક્ષે હિતેશભાઈએ પણ તેમની વિરુદ્ધ હુમલાનો પ્રયાસ અને ધમકી આપ્યાની પોલીસને અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..