ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવા મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હળવદ : રાજયના પોલીસ જવાનોને નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર-ભથ્થા લાગુ કરવા સહિતના પ્રશ્નોને લઈ તેમજ હળવદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલ ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તે માટે હળવદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા મામલતદારને અને પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આજરોજ હળવદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ગુજરાત પોલીસની વિવિધ માંગણીઓને લઈ તેઓનાં સમર્થનમાં હળવદ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી સાથે જ હળવદ પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ,મગફળી સહિતના પાકમાં જે નુકસાની થયેલ છે જેથી રાજ્ય સરકાર તેઓને વહેલી તકે વળતર ચુકવે તેવી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..