પોલીસ જવાનોને નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર-ભથ્થા લાગુ કરવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસનાં વિવિધ સંવર્ગના જવાનોનાં પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે અેસ.પી. અોફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રભારી વસંતભાઈ ગોરીયા, માળીયા તાલુકા યુવા પ્રમુખ જેનીથ ચડાસણીયા તેમજ છગનભાઈ કાનાણી હાજર રહ્યા હતા. આપણું બાહોશ ગુજરાત પોલીસ દળ દિવસ-રાત ખડેપગે રહીને જનતાની સુરક્ષા અને સલામતી કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરે છે ત્યારે પોલીસ દળનાં વર્ષો જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારમાં રજૂઆત કરશો એવી વિનંતી કરવામાં આવી છે. જેમાં હથિયારી-બિનહથિયારી પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોનો હલના પગાર-ભથ્થાનાં માળખામાં ધરમૂળથી સુધારો કરી તેમની 24 કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ-પે સાથે અદ્યતન પગાર-ભથ્થા લાગુ કરવામાં આવે, કોનસ્ટેબલથી પી.એસ.આઈ. સુધીના વર્ગ-3ની બદલીમાં રાજકીય દખલગીરી સદંતર બંધ કરવી અને બદલી માટે નેતાઓ કે અધિકારીઓને આજીજી કરવી ન પડે તેમજ બદલી પ્રક્રિયામાં પારદર્શક્તા અને ઝડપ આવે તે સારૂ રાજ્ય કક્ષા એ પોલીસ બદલી કમિટીની રચના કરવી તેમ જણાવાયું છે. વધુમાં, બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે માટે પોલીસ સ્ટેશનોમાં અટકાયતી પગલા, પ્રોહીબીશન એક્ટ, એમ.વી. એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલિક બંધ કરવી અને એસ.આર.પી. બટાલીયનને મહાનગરો અને જીલ્લામાં જરૂરીયાત પ્રમાણે સ્થાયી કરવામાં આવે તેવી માંગ છે. આ ઉપરાંત, વતન સિવાયના જીલ્લામાં પોસ્ટીંગ થયેલ મહિલા પોલીસને અગ્રીમતાનાં ધોરણે રહેણો કનું મકાન ફાળવવામાં આવે તેમજ કચેરીમાં મહિલા પોલીસની પ્રાઈવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે તેમજ પોલીસની સમસ્યાઓના નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશ્યથી “પોલીસ યુનિયન”ની માન્યતા આપવી તેમ રજૂઆત કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..