બપોરે 1 વાગ્યે સ્પર્ધા શરૂ થશે, લોકો માટે સ્પર્ધામાં રજુ થયેલી રંગોળી અને વાનગીઓનું સાંજે પ્રદર્શન યોજાશે સ્પર્ધામાં ભાગ લેવા માટે 27 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત મોરબી : મોરબી અપડેટ દ્વારા આગામી તા. 31 ઓક્ટોબરને રવિવારના રોજ પટેલ કન્યા છાત્રાલય, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. પટેલ કન્યા છત્રાલય, હોસ્ટેલ ગ્રાઉન્ડ, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી રોડ ખાતે આયોજિત આ બન્ને સ્પર્ધાઓમાં બપોરે 1 વાગ્યે રંગોળી સ્પર્ધા શરૂ થશે. જેમાં સ્પર્ધકે 12.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોચી જવાનું રહેશે અને બપોરે 1 થી 4 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં રંગોળી બનાવવાની રહેશે. જયારે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન માટે સ્પર્ધકે બપોરે 3.30 વાગ્યે પોતાની વાનગી લાવીને 4 વાગ્યા સુધીમાં વાનગી ગોઠવી નાખવાની રહેશે. અને સાંજે 4 થી 4.30 વાગ્યા સુધીમાં સ્પર્ધાના જજ રંગોળી અને ફૂડ કોમ્પિટિશનનું નિરીક્ષણ કરી પરિણામ નક્કી કરશે. સાંજે 4:30 થી 6.00 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે રંગોળી અને ફૂડનું પ્રદર્શન ખુલ્લું મુકાશે જેમાં કોઈ પણ લોકો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી અને વાનગીઓ જોઈ શકશે અને સાંજે 6 થી 7 વાગ્યે વિજેતાનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે. રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે હજુ રજિસ્ટ્રેશન ખુલ્લું છે. હવે લિમિટેડ સંખ્યામાં એન્ટ્રી લેવાની હોવાથી સ્પર્ધામાં ભાગ લેવા માટે 27 તારીખ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 31મી ઓક્ટોબર રવિવારે પટેલ કન્યા છાત્રાલય ખાતે રંગોળી અને હેલ્ધી ફૂડ સ્પર્ધા યોજાશે. જેમાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. એક સ્પર્ધક બંને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક મોમેન્ટો આપી જાહેરમાં સન્માનીત કરાશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે. રંગોળીની સાઈઝ 4x4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે. હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં સ્પર્ધકે ઘરેથી રસોઈ બનાવીને સ્પર્ધાના સ્થળે લાવવાની રેહશે. સ્પર્ધકે રસોઈનું નામ, તેમાં ક્યાં ક્યાં તત્વો, મસાલા વગેરે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની વિગત, રસોઈ બનાવવાની રીત, રસોઈનો સમય, તેમજ રસોઈના આરોગ્યપ્રદ ફાયદા સહિતની વિગતનો પ્રદર્શનમાં રસોઈની બાજુમાં મૂકી શકાય તેવો ચાર્ટ બનાવીને લાવવાનો રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 27 ઓક્ટોમ્બર પેહલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નિરાલી વિડજા મો.નં. 8141680092, ધરતીબેન બરાસરા મો.નં. 9825941704, મયુરીબેન કોટેચા મો.નં. 9275951954, વિશાખાબેન દવે મો.નં. 9925108743, કાજલબેન ચંડીભમર મો.નં. 9825488733નો સંપર્ક કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકાશે. આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર યુનિવર્સલ હોમ ડેકોર છે. જ્યારે કો સ્પોન્સર તરીકે હીરો જય ગણેશ, એમઆઈ મોબાઈલ બ્રાન્ડ સ્ટોર, શ્રીજી બોરવેલ એન્ડ શ્રીજી અર્થીંગ સિસ્ટમ, પારેખ જવેલર્સ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..