મોરબી : મોરબીમાં રહેતી સાસરીયા તથા પતિના ત્રાસથી તરછોડાયેલ પરપ્રાંતીય પીડિતાને 181 અભયમ ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેને આશ્રયગૃહમાં મુકવામાં આવ્યા હતા. રાજય સરકાર દ્વારા ચાલતી 181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. મોરબી સિટીમાં થર્ડ પાર્ટી દ્વારા 181માં ફોન કરી જણાવાયું કે એક મહિલા છેલ્લા પંદર દીવસથી આમથી તેમ ફરી રહ્યા છે અને તેમની સાથે એક બાળક પણ છે, માટે તેમને મદદની જરૂર છે. આ બાબતની જાણ થતા તુરંત મોરબી 181 ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી, પોલીસ જયશ્રીબેન તથા પાયલોટ ભરતભાઈ સ્થળ પર પહોંચ્યા અને પીડિતા સાથે વાત કરવાની કોશિશ કરી હતી. તેમની સાથે વાત કરતા જણાયું કે તે ગુજરાત બહારના છે અને તે ગુજરાતી ભાષા સમજી શકવામાં સક્ષમ નથી. આથી, 181 ટિમ દ્વારા આજુબાજુ પૂછપરછ કરવામાં આવી તો એક ભાઈ મળી આવ્યા કે જે આ બેનની વાત સમજી શકે અને તેના દ્વારા જાણવા મળ્યું કે તે બિહારના છે અને તે પરિણીત છે પરંતુ તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે અને પત્ની તથા બાળકને ઘરમાંથી કાઢી મુક્યા છે. પિયરમાં પણ માતા-પિતાની હયાતી ન હોઈ અને ભાઈ સાથે રાખવા તૈયાર ન હોય તો પરિણીતા બાળકને લઇને નીકળી ગયેલ છે. અને ગુજરાતમાં આવીને મજૂરી કરીને તેનું તથા તેના બાળકનું ભરણપોષણ કરે છે. પરંતુ હવે તે પોતાનાં વતન પરત જવા માંગે છે. આથી, 181 ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું તથા તેને આશ્વાસન આપી આશ્રય અને અન્ય મદદ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..