સ્ત્રી સશક્તીકરણના ભાગરૂપે ભડીયાદ કાંટે આવેલ તથાગત કોમ્યુનિટી હોલ ખાતે સાત દીકરીઓને પરણાવી સાસરે વળાવાશે મોરબી : મોરબીના ભડીયાદ ગામ સખી સંઘ દ્વારા આગામી તા.28 ના રોજ ગુરુવારે સામાકાંઠે ભડીયાદ કાંટે આવેલ તથાગત કોમ્યુનિટી હોલ સમાજવાડી ખાતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી સશક્તીકરણના ભાગરૂપે સાત દીકરીઓને પરણાવી સાસરે વળાવાશે. આ સમૂહલગ્નમાં સાતેય નવયુગલો પ્રભુતામાં પગલાં માંડીને સંસારજીવનની શરૂઆત કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાન પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ સોનલબેન હરજીવનભાઈ વણોલ, જમનાબેન દિનેશભાઇ વાણિયા, ગુણવંતભાઈ ચૌહાણ,હરજીવનભાઈ વણોલ, સવજીભાઈ વાઘેલા, નિલેશભાઈ સોલંકી તેમજ સર્વ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સભ્યો અને સહયોગીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..