વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા ખેતશ્રમિક પરિવારના માસૂમ પુત્રનું વાડીની પાણીની કુંડીમા ડુબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ખીજડીયા ગામે આવેલ શેરસીયા રફીકભાની વાડીએ ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારના એક વર્ષના માસૂમ પુત્ર મનીષભાઇ અઠેસીંગ ભાભરનું ગઈકાલે તા.૨૪ ના રોજ વાડીની પાણીની કુંડીમા ડુબી જતા કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં આ હતભાગી બાળકના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ કરુણ બનાવથી બાળકના પરિવાર અરેરાટી મચી ગઇ હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..