મોરબી : મોરબી જિલ્લાના ઓમનગર ગામમાં કંપની દ્વારા તળાવ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રીના 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે ઓમનગર ગામની સિમમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ હેતુ માટે આશરે 4 હેક્ટર જમીનમાં નવું તળાવ બનાવવાનું દિલીપ બિલ્ડકોન લી.ના સહયોગથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમ સરપંચ મનોજભાઈ શેરસીયા, ઓમનગર ગ્રામ પંચાયતની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..