ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર વર્ગ-૩ના નિમણૂંક પત્ર એનાયત કરાયા મોરબી : તા.૨૫/૧૦/૨૦૨૧ ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક, રોજગાર અને તાલીમ ખાતાના તાબાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર વર્ગ ૩ના નિમણૂંક પત્રો એનાયત તથા ગો-ગ્રીન યોજનાના શુભારંભ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક, રોજગાર અને તાલીમના ખાતાના તાબાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર વર્ગ-૩ના નિમણૂંક પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે એનાયત કરવાનો અને ગો-ગ્રીન યોજનાના શુભારંભનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ હતો. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજા, સુનિલ સિંધી (ચેરમેન ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ), પંકજકુમાર (મુખ્ય સચિવ) તથા અંજુ શર્મા (અગ્ર સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ) વગેરે મહાનુભાવો હાજર રહેલ હતા. આ સાથે રોજગાર અને તાલીમ નિયામકની કચેરીના નિયંત્રણ હેઠળની સંસ્થાઓની સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (વર્ગ 3)ની સીધી ભરતીથી આશરે ૧૩૦૦થી વધારે ઉમેદવારોને મુખ્યમંત્રીના વરદ હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરવાનો સમારોહ પણ યોજવામાં આવેલ છે. આમ, રાજ્યની વિવિધ ૨૮૭ ઔધોગીક તાલીમ સંસ્થાઓમાં પસંદ થયેલ ૨૧૦૨ ઉમેદવારો પૈકી ૧૭૮૭ જેટલા ઉમેદવારોને હાલના તબક્કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર, (વર્ગ-૩) તરીકે સમાવેશ કરી રોજગારી પુરી પાડવામાં આવેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..