હળવદ : ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સુખપર ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રણમલપુર ગામના આધેડ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સુખપુર ઓવરબ્રિજ ઉપર જઈ રહેલા પારુલબેન કલાભાઇ બારણીયા ઉ.56 નામના મહિલાને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના રણમલપુર ગામે રહેતા પુત્ર હીરાભાઇ કલાભાઇ બારણીયા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..