વાંકાનેર : વાંકાનેરના મહીકા ગામની પરિણીતા લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મહીકા ગામેં રહેતી કૌશાબેન મોનાભાઇ મુંધવા (ઉ.વ. ૪૫) નામની પરિણીતા ગઇ તા.૯ ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહી હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા-સબધીઓમાં ઘરમેળે તપાસ કરી હતી.પરંતુ તેણીનો પત્તો ન લગતા આ અંગે તેના પતિ મોનાભાઇ સીંધાભાઇ મુંધવાએ પોતાની પત્નીની ગુમસુદા વાંકાનેર પોલીસ મથકે નોંધાવી છે. આથી પોલીસે પરિણીતાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..