મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટની ઘટના મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટમાં પોતાના ઘરે પાણી પીવા આવેલા મિલન નામના શખ્સને અહીં પાણી પીવા ન આવવું તેમ કહેતા જ મિલને છરીનો ઘા ઝીકતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટમાં ભવાની સોડા નજીક રહેતા ચંદુભાઇ કેશેવભાઇ જાદવના ઘરે મીલન પોપટભાઇ જાદવ નામની વ્યક્તિ પાણી પીવા માટે આવી હતી જેથી ચંદુભાઈએ પોતાના ઘરે પાણી પીવા ન આવવું એમ કહેતાં મિલન ઉશ્કેરાયો હતો અને જેમફાવે તેમ ગાળો આપી જપા-જપી કરી ચંદુભાઈને છરીનો ઘા પેટમા ડાબી સાઇડે મારી દીધો હતો. આ સમયે સાહેદ દીપુબેન વચ્ચે પડતા તેમને પણ આરોપીએ છરી જમણા હાથે વગાડી દીધી હતી. આ ઘટના મામલે પોલીસે ચંદુભાઈની ફરિયાદને આધારે આરોપી મિલન વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..