બાળકો મોબાઈલના નહિ પુસ્તક વાંચવાના શોખીન : નાના એવા ગામમાં 7300 પુસ્તકો સાથે લાઈબ્રેરી સમૃદ્ધ બની મોરબી : મોરબીનું એક એવું ગામ કે જ્યાં અનોખી રીતે લાઈબ્રેરીનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. મોરબીના ભરતનગર ગામે દરરોજ ૧૫૦ વર્તમાનપત્રો વેચી સમૃદ્ધ પુસ્તકોના ખજાના સમી લાઈબ્રેરીનો નિભાવ કરવામાં આવે છે. ભરતનગરમાં વીર સાવરકર લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 2006ના રોજ થઈ હતી. ગામના બાળકોને મોબાઇલ નહીં પણ પુસ્તકો સાથે લગાવ થયો છે. હાલ ગ્રામજનોના સાથ અને સહકારથી બાળકો લાઈબ્રેરીમાંથી પુસ્તકો ઘરે લઈ જઈને વાંચતા થયા છે. ભરતનગર ગામે આવેલી લાઇબ્રેરીમાં હાલ 7300 પુસ્તકો છે. દર વર્ષે લાઇબ્રેરી દ્વારા પુસ્તક વાંચનની સ્પર્ધા કાતરી ગામમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ આપવામાં આવે છે. જેથી બાળકો પ્રોત્સાહિત થાય છે. દરરોજ ૧૫૦ જેટલા છાપા વર્તમાનપત્રો વેચીને તેનો નફો લાઇબ્રેરીમાં અપાઈ રહ્યો છે. લાઇબ્રેરી વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લી જ રહે છે એક પણ દિવસ રજા રાખવામાં આવતી નથી. લાઈબ્રેરીમાં કોઈ પણ જાતની મેમ્બરશીપ રાખવામાં આવેલ નથી એટલે કે કોઈપણ પ્રકારની ફી રાખેલ નથી કોઈને પણ પુસ્તક વાંચવા માટે આવવા તથા પુસ્તક ઘરે લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે. લાઇબ્રેરીમાં ધાર્મિક, વેદ, વાર્તાઓ, નવલકથાઓ, જીવનને લગતા ઘણા બધા પુસ્તકોનો સંગ્રહ છે. આ લાઇબ્રેરી હાલમાં વલ્લભભાઈ મોરસાણીયા સંભાળે છે અને તેમને મુકેશભાઈ દવે, ભીમજીભાઈ અઘારા, દેવસીભાઈ અઘારા, રાઘવજીભાઇ કાસુન્દ્રા તથા લીંબાભાઇ ફેફર મદદરૂપ થાય છે. નોંધનીય છે કે, ગામમાં કોઈ પણ ઘરે પ્રસંગ હોય ત્યારે મંદિરો અને ગૌશાળાનો ફાળો કાઢે છે ત્યારે ભરતનગરના ગ્રામજનો આવા પ્રસંગોમાં લાઈબ્રેરી માટે પણ એક ફાળો કાઢે છે. આ દાન અન્ય દાતાઓના સહયોગથી લાઇબ્રેરીમાં 10 કબાટ કોમ્પ્યુટર વગેરે સાધનો વસાવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..