મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ટ્રક ચાલકે અચાનક વળાંક લઈ સીએનજી રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રિક્ષામાં બેસી વધારવા ગામે જઈ રહેલ દંપતિ ખંડિત થયું હતું અને પત્નીની નજર સામે પતિનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દીરાનગરમાં રહેતા દેવજીભાઈ લાલજીભાઈ વડેસા અને તેમના પત્ની સવીતાબેન સીએનજી રીક્ષા નં GJ-36-U-3916મા બેસીને મોરબીથી વાધરવા ગામે જતા હતા ત્યારે મોરબી માળિયા હાઈવે પર ફન હોટલની સામે ટ્રક નંબર GJ-09-Z-7037 ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી પાછળની સાઈડ જોયા વગર એકદમ વણાક વાળી લઇ રીક્ષા સાથે અકસ્માત સર્જતાં દેવજીભાઈ લાલજીભાઈ વડેસાને મોઢાના ભાગે તથા હાથમા ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સવીતાબેન માથાના ભાગે ઈજા પહોચી હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતક દેવજીભાઈના ભાઈ કાનજીભાઈ લાલજીભાઈ વડેસાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279, 337,304(અ) તથા એમવી એકટની કલમ 177 અને 184 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..