મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. ફાયર સેફટી પરવા કર્યા વિના શરૂ થયેલા ફટાકડા સ્ટોલ હટાવવા મોરબી પાલિકાની ફાયર ટીમ દ્વારા કાર્યવાહીથી સ્ટોલ ધારકોમાં ફફડાટ મોરબી : મોરબીમાં તહેવારોના મહારાજા ગણાતા દિવાળી પર્વ નજીક આવતાની સાથે શહેરમાં ઠેરઠેર આડેધડ ગેરકાયદે ફટાકડા સ્ટોલ ખડકાયેલા હોવાથી પાલિકા તંત્રએ આવા ફટાકડા સ્ટોલ સામે લાલ આંખ કરીને તવાઈ ઉતારી છે. જેમાં ફાયર સેફટી પરવા કર્યા વગર મંજૂરી વગર ખડકાયેલા ફટાકડા સ્ટોલને હટાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મોરબી પાલિકાની ફાયર ટીમ દ્વારા ફટાકડા સ્ટોલ હટાવવાની કાર્યવાહીથી સ્ટોલ ધારકોમાં ફફડાટ મચી ગયો છે. મોરબીમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરના મુખ્યમાર્ગો ઉપર મનફાવે ત્યાં ફાયર સેફટી સહીતના નિયમોની પરવા કર્યા વગર ગેરકાયદે ફટાકડા સ્ટોલો ખડકાય ગયા છે. આથી જાહેર હિતની સલામતીને ધ્યાને લઈને મોરબી નગરપાલિકા દ્વારા આવા ગેરકાયદે ફટાકડા સ્ટોલને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ મંજૂરી વગરના ફટાકડા સ્ટોલ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા પાલિકાની ફાયર ટીમ દ્વારા ગઈકાલથી ફટાકડા સ્ટોલ હટાવવાની લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પાલિકાની ફાયર ટીમેં ગઈકાલે સાતથી આઠ ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ ફટકારી હતી અને શનાળા તેમજ રવાપર રોડ પરના ચાર જેટલા ફટાકડા સ્ટોલને હટાવી દેવામાં આવ્યા હતા. તેમજ આજે પણ આ કાર્યવાહી ચાલુ રાખી આલાપ રોડ ઉપર ત્રણ જેટલા ફટાકડા સ્ટોલને હટાવી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. દિવાળી નજીક આવતા બિલાડીના ટોપની જેમ ફટાકડાના સ્ટોલ ખડકાય ગયા છે.તેની સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે અને ચીફ ઓફિસરે આ દિશામાં સતત તવાઈ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..