મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જિલ્લાના જંતુનાશક દવાના વિક્રેતા માટે સર્ટીફીકેટ કોર્સ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ શરુ કરવામાં આવ્યો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોરબી દ્વારા મોરબી જિલ્લાના જંતુનાશક દવાના વિક્રેતા માટે સર્ટીફીકેટ કોર્સ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટનો શુભારંભ કરવામાં આવેલ હતો. આ કોર્સ ફુલ 12 અઠવાડિયાનો છે. આ કોર્ષમાં જુદા જુદા નિષ્ણાત દ્વારા જંતુનાશક દવાને લગતા વિષયો જેવા કે જુદી-જુદી દવાનો વપરાશ, દવા છંટકાવ દરમિયાન રાખવાની કાળજી, દવાના મિશ્રણ કઈ રીતે કરવા, સલામત દવાનો છંટકાવ, દવાની આડઅસરથી કઈ રીતે બચી શકાય, ખેતરમાં મિત્ર કીટકોનો બચાવ, પર્યાવરણને દયાને લઇ દવાનો ઉપયોગ વગેરે વિષયો આવરી લેવામાં આવશે. આ કોર્ષ દવાના વિક્રેતા કે જે ખેડૂત સાથે સીધા જ સંકળાયેલ છે, જેને માટે ખૂબ ઉપયોગી થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..