ફૌજી જવાનને બઢતી મળતા તેમના પરિવાર અને સગા-સબધીઓમાં ખુશીનો માહોલ મોરબી : ભારતીય સેનામાં ફરજ બજાવતા મોરબીના ફૌજી જવાનને સુબેદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ ફૌજી જવાનને બઢતી મળતા તેમના પરિવાર અને સગા-સબધીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મોરબી તાલુકાના શક્તિનગર-રવાપરનદી ગામના વતની અને હાલ ભારતીય સેનામાં જુનિયર કમિશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ 1994માં ભૂમિસેનામાં સૈનિક તરીકે જોડાયા હતા. હાલમાં તેઓને સુબેદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જો કે, તેઓના મોસાળ પક્ષમાં તેમના નાના જુનિયર કમિશન ઓફિસર અને મામા ઓનરરી કેપ્ટન હતા. હાલ તેઓ સેવા નિવૃત છે. મોસાળ પક્ષની પ્રેરણાથી સહદેવસિંહ ઝાલા પણ લશ્કરમાં જોડાયા હતા અને હાલમાં તેમની રેજીમેન્ટમાંથી બઢતીના સમાચાર આવતા તેમના પરિવાર અને સગા-સબધીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..