માળીયા (મી.) : માળીયા (મી.)ની જાજાસર પ્રાથમિક શાળામાં ક્લીન ઈન્ડિયા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીના 150મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત માળિયા મીયાણા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સ્વચ્છતા ઝુંબેશ અન્વયે ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છ દિવસ સુધી ક્લીન ઇન્ડિયા સપ્તાહ અંતર્ગત બાળકો દ્વારા ક્લીન ઈન્ડિયા થીમ પર ચિત્ર સ્પર્ધા, ક્લીન ઈન્ડિયા થીમ પર શેરી નાટકનું આયોજન, સ્વચ્છતા અને જનજાગૃતિ માટે પેપટ શો, ક્વિઝ સ્પર્ધા તેમજ ક્લીન ઇન્ડિયા અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬થી ૮ના બાળકોએ ભાગ લઈ શાળા કક્ષાએ પુષ્પગુચ્છથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેશુરભાઈ ચાવડા, ચેતનભાઇ વોરા એ સમગ્ર આયોજન કરી આ કાર્યક્રમને ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..