મોરબી : મોરબીમાં શકત શનાળા ખાતે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો હતો. ગત તા. 21ના રોજ પટેલ સમાજ વાડી, શકત શનાળા ખાતે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી અને જીલ્લા વહીવટી તંત્ર, મોરબીના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં સ્વાગત પ્રવચન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબીના સચિવ આર.કે.પંડયા એ, પ્રાસંગિક ઉદ્દબોધન અધિક કલેકટર એન. કે. મુછાર એ, અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન એડીશનલ ડીસ્ટ્રીકટ જજ અને સ્પેશીયલ પોકસો કોર્ટના જજ એમ. કે. ઉપાધ્યાયએ કરેલ હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ વાય. એન. પટેલ, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા, એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પી. બી. નાયક અને વી. એલ. પરદેશી તેમજ સીવીલ જજ એન. સી. જાધવ અને મીસ ચુનોતી તેમજ મહીલા પોલીસ સ્ટેશન પી.આઇ વી.એલ.સાકરીયા અને પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા સહીત મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ ડી. આર. અગેચણીયા અને સેક્રેટરી એમ. એચ. દવે ઉપસ્થિત રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારના જુદા જુદા 10 વિભાગો દ્વારા કુલ 1469 લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ તથા જરુરી કાનુની સલાહ પુરી પાડવામાં આવી હતી. તેમજ પોકસો કલમ હેઠળ ગુનામાં ભોગ બનનારને સ્થળ ઉપર કુલ રકમ રુપીયા 98,62,500ની સહાય ચુકવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી અને જીલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા સુચારુરુપે આયોજન કરેલ હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..