મોરબી : કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા આજે સોસાયટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખા દ્વારા આજે તા. 22/10/2021 ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના 25 માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું સવારે શુભારંભ 8:15 થી 11:30 વાગ્યે પૂર્ણાહુતી કરવામાં આવી હતી. તેમાં સહસંયોજક રમેશભાઈ એસ. પંડયા તથા સમિતિ સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી વર્ગ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તેમ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢની મોરબી શાખાના મેનેજરે યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..