મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ ડોક્યુમેન્ટ તારીખ ૨૫-૧૦-૨૦૨૧ થી ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, ૨ અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો, રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડની કોપી આપવાની રહેશે. ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય - ૭૦૧૬૩૬૩૩૫૦ સમય ૪ થી ૬, ભારતી વિદ્યાલય - ૭૦૬૯૭૬૯૮૫૯ સમય ૪ થી ૬, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી - ૦૨૮૨૨ ૨૨૫૫૧૫ સમય ૪ થી ૬, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી- ૯૯૨૫૪૦૯૩૨૧ સમય - ૪ થી ૬, શ્રીમાળી બ્રાહ્મણ વાડી - ૯૪૨૮૨૬૭૭૪૧ સમય ૧૧ થી ૧૨, ૫ થી ૬, પરશુરામ ધામ મંદિર - ૯૮૨૫૬૭૧૬૯૮, નલિની વિદ્યાલય - ૯૪૨૬૧૬૫૪૭૦ સમય - ૯ થી ૧૧ ખાતે જમા કરાવવાના રહેશે. તથા કેમ્પની તારીખની જાણ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી કરવામાં આવશે. વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા -૯૯૨૪૯૬૮૧૭૧, કેયુરભાઈ પંડ્યા -૯૪૨૯૪૮૪૪૪૦, અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧નો સંપર્ક કરી શકાશે. તેમ પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીની યાદી જણાવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..