અણીના સમયે જ વિજકાપથી ખેડૂતો આગબાબુલા, પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ઉગ્ર માંગ ટંકારા : ટંકારા પંથકમાં ખેડૂતો ઉપર લોડ સેટિંગના નામે તંત્રએ વીજકાપ લાદતા ખેડૂતો બેહાલ બની ગયા છે. જેમાં પીજીવીસીએલ દ્વારા ખેતીવાડીમાં અપાતા વીજકાપથી જગતનો તાત ચિંતાતુર થઈ ગયો છે. જો કે ખેડુતની ઇજનેર સોજીત્રા સાથેની ટેલિફોનીક વાતચીતમાં તેઓએ પણ સ્વિકાર્યું કે, લોડ સેટિંગથી વારંવાર વીજકાપની ગંભીર સ્થિતિ ઉદભવી છે. ટંકારા તાલુકાના અનેક ગામના ખેડુતો હાલ ચોમાસું પુરું થતાં ખેડુતો પોતાના ઉભા પાકને બચાવવા તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ટંકારાના લજાઈ ખેતીવાડી ફિડર નીચે આવતા હડમતિયાના ખેડુતો પાવરકાપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડુતોને મળતો વીજપુરવઠો આઠ કલાકનો છે. પણ મોટી વીજખાધથી ખેડૂતોને વીજ પુરવઠો માંડ પાંચ કલાક મળે છે. એ પણ કટકે કટકે આપતા હોવાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર વિજકાપ મામલે ખેડુતોએ ટંકારા પીજીવીસીએલના ઈજનેર સોજીત્રા સાથે ટેલિફોનીક વાત કરતા ખુદ ઈજનેરે પણ લોડ સેટિંગથી વારંવાર વીજકાપ થતો હોવાની બાબતને સ્વિકારી હતી. જો કે હાલ ખેડૂતોને પિયત માટે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠાની જરૂરિયાત છે. આથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો નહિ મળે આગામી સમયમાં નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..