ખેડૂતોની પી.જી.વી.સી.એલ. રજૂઆત મોરબી : મોરબી જિલ્લાના ધુળકોટ ગામના એ.જી.ના વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા સમયસર લાઈટ આપવા પી.જી.વી.સી.એલ. આમરણ (જામનગર)ને સંબોધી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદન પાત્રમાં જણાવાયું છે કે ધુળકોટ ગામના એ.જી.ના વાડી વિસ્તારમાં આઠ ક્લાકમાંથી માત્ર પાંચ કલાક જ લાઈટ મળે છે. આથી, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તેમજ લાઈટ પુરા કલાકો મળતી નથી અને વીજળી કપાતા કપાતા મળે છે. તો પુરા 8 કલાક નિયમિત રીતે લાઈટ આપવા પી.જી.વી.સી.એલ. અને ગેટકો કંપનીને અપીલ કરવામાં આવી છે. જો હવે નિયમિત વીજળી નહિ મળે તો પી.જી.વી.સી.એલ. આમરણ ઓફિસે ધારણા કરવાની ચીમકી અપાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..